શાળા વિષે

શાળાનો મુદ્રાલેખ:

તમસો મા જ્યોતિર્ગમય્

ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા

શાળાના હેતુઓ:

૧. તમામ ધોરણો તમામ વર્ગોની વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થાય.

૨. વિદ્યાર્થીનીઓ ઉંચા ગુણાંકથી ઉત્તીર્ણ થાય.

૩. વિદ્યાર્થીનીઓ જીવન ઉપયોગી કૌશલ્યો આત્મસાત કરે.

૪. શાળામાં વિદ્યાર્થીનીઓને જીવન ઉપયોગી વિષયો જેવા કે સિવણ-ભરત, ગૃહવિજ્ઞાન, એમ્બ્રોડરી એન્ડ ફેન્સીવર્ક, સંગીત વગેરે શીખવવામાં આવે છે. તમામ વિષયો શીખવવા માટે તાલીમબધ્ધ શિક્ષકો શાળામાં ફરજ બજાવે છે. વિદ્યાર્થીનીઓ જીવન-મૂલ્યો-કૌશલ્યો પ્રાપ્ત કરીને એમનો સર્વાંગીણ વિકાસ થાય એ હેતુથી સહઅભ્યાસ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. આથિર્ક નબળા વિદ્યાર્થીઓને કલ્યાણ નિધિ ફંડમાંથી સહાય આપવામાં આવે છે.

૫. વિદ્યાર્થીનીઓ કઠિન વિષયો પ્રત્યે પણ રુચિ દાખવે અને અભ્યાસમાં વધુ રસ લે એ હેતુથી સ્માર્ટક્લાસમાં શિક્ષણ આપવામાં આવે છે.

૬. શાળામાં અદ્યતન કમ્પ્યુટર લેબની વ્યવસ્થા છે જેના થકી વિદ્યાર્થીનીઓ ટેકનોલોજીકલ જ્ઞાન મેળવે છે.

૭. શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા, લાયબ્રેરી, ડ્રોઈગરૂમ, સંગીતખંડ, ગૃહવિજ્ઞાન લેબ વગેરેની વ્યવસ્થા છે.

૮. શાળામાં વિદ્યાર્થીનીઓ માટે વિશાળ રમત-ગમતનું મેદાન પણ છે.

શાળાનો સમય:

ધોરણ: ૯ થી ૧૨ માટે શાળાનો સમય ૧૧:૧૫ થી ૫:૦૦ (સોમવાર થી શુક્રવાર)

૭:૫૦ થી ૧૧:૨૦ (શનિવાર)

 શાળાનો  ઈતિહાસ:

આ સંસ્થાની સ્થાપના ૧૯૩૯ માં થઈ હતી . ૧૯૩૦થી ૧૯૪૭ સુધી ભારત દેશમાં મુક્તિ સંગ્રામનું વાતાવરણ જામ્યું હતું. મહાત્માગાંધીજી ની નેતાગીરી હેઠળ સમગ્ર ભારતીય જીવનમાં ક્રાંતિની હવા વ્યાપ્ત થઈ હતી. સ્ત્રીઓ રાજકારણમાં સક્રિય પણે ભાગ લેતી હતી. કન્યા શિક્ષણ માટેની શિક્ષણ સંસ્થાઓ ઉદય પામતી હતી .

ઈ.સ. ૧૯૩૯માં નવસારી જૂનાથાણા ટેકરા ઉપર કન્યાઓ માટેની સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૪૨માં વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ નવસારી પધાર્યા હતા. ત્યારે શ્રી દિનશાહજી દાબુએ કન્યાશાળા માટે રૂ. ૧ લાખના દાનની જાહેરાત કરી હતી અને દાનની  એ રકમ ૧૩ મી માર્ચ ૧૯૪૭માં નવસારી પધારેલા મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ ને સુપ્રત કરી હતી અને કન્યાઓની માધ્યમિક શાળા સાથે તેમના માતૃશ્રી દીનબાઇ દાબુ નું નામ જોડવા વિનંતી કરી હતી. આ રીતે દીનબાઇ દાબુ કન્યા વિદ્યાલયની શરૂઆત થઈ હતી.

વડોદરા રાજ્યનું વિલીનીકરણ મુંબઈ રાજ્યમાં થતાં માધ્યમિક શાળાઓનું સંચાલન જાહેર ટ્રસ્ટ્રોને સોપી દેવાની જાહેરાત થઈ. નવસારીમાં દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલય (ડી.ડી હાઈ સ્કૂલ ફોર ગર્લ્સ)નું સંચાલન રાજય સરકાર હસ્તક હતું. નવસારી કેળવણી મંડળે શાળાનું સંચાલન મંડળને સોપવામાં આવે એ માટેની સરકારમાં અરજી કરી આ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી દીનશાહજી રતનજી દાબુના એક લાખ રૂપિયાના દાનથી થયેલી તેમનો અભિપ્રાય પણ જાણવા મળયો કે એ વિદ્યાલયનું સંચાલન નવસારી કેળવણી મંડળને સોપવામાં આવે તો તેમાં એમની સંમતી હતી.

આ અરજીના જવાબમાં મુંબઈ સરકારે મંડળની આર્થિક સ્થિતિ તપાસીને સૂચવ્યું કે શાળાની સ્થિરતા અને શિક્ષકોની સલામતી માટે રૂપિયા પચાસ હજારનું કાયમી ફંડ અનામત રૂપે સોંપાય તો સરકાર આ મંડળને કન્યા વિદ્યાલયનો વહીવટ સોંપવાનું વિચારી શકે. આ સમયે મંડળ પાસે દસ હજારનું કાયમી ફંડ હતું અને તે નવસારી હાઇસ્કૂલ માટે અનામત થયેલું હતું. નવસારી કેળવણી મંડળે માધ્યમિક શાળા સંચાલન પ્રવૃત્તિ પંદરેક વર્ષ ચલાવી હતી એટલા ગાળામાં આ કન્યા વિદ્યાલયની જવાબદારી નવસારી કેળવણી મંડળ ઉઠાવે એવું શિક્ષણપ્રેમી જનતા ઈચ્છતી હશે તો તે મંડળને એટલી રકમ દાનમાં આપશે એવા વિશ્વાસ સહિત મંડળે રૂપિયા પચાસ હજારનું દાન મેળવવા માટે નવસારીની જનતા સમક્ષ ટહેલ નાંખી અને છ માસના સમયગાળામાં મંડળને બાવન હજાર જેટલી રકમ દાન સ્વરૂપે મળી. તે રકમ અનામત ફંડ રૂપે જમા કરી સરકારને તેની જાણ કરવામાં આવી અને ૨૦ જૂન ૧૯૫૧ માં દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલયનું સંચાલન કરવાનું કામ મુંબઈ સરકારે નવસારી કેળવણી મંડળને સોપ્યું.

શાળાના વિકાસ માટે મુખ્ય દાતાઓ અને સ્થાપક ટ્રસ્ટ્રીશ્રીઓ:

૧) દીનશાહજી રતનજી દાબુ તરફથી માતૃશ્રી દીનબાઈ ની સ્મૃતિ માં દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલય માટે ૧૩ માર્ચ ૧૯૪૭ ના રોજ રૂપિયા ૧,૦૦,૦૦૦ નુ દાન મળેલ.

૨) શ્રી લાલભાઈ ડાહ્યાભાઈ નાયક (સ્થાપક ટ્રસ્ટી)

૩) શ્રી ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ (સ્થાપક ટ્રસ્ટી)

 

શ્રીમતી તારાબેન મકનજી પટેલ તથા શ્રી મકનજી ગોવિંદજી પટેલ 

૪) શ્રીમતી તારાબેન મકનજી પટેલ તથા શ્રી મકનજી ગોવિંદજી પટેલ ની સ્મૃતિમાં શ્રીમતી રમિલાબેન આર પટેલ તથા શ્રી રમણભાઈ એમ પટેલ તરફથી અદ્યતન કમ્પ્યુટર લેબ માટે રૂપિયા ૫,૦૦,૦૦૦ નું દાન મળેલ છે.

૫) સ્વ માતુશ્રી લક્ષ્મીબેન નારણજી પટેલ ના સ્મરણાર્થે   શ્રી મનુભાઈ નારણજી પટેલ (જલાલપોર) તરફથી રૂપિયા ૩,૫૦,૦૦૦ નુ દાન મળ્યું છે. (પ્રાર્થના ખંડ)

આચાર્યશ્રીઓ

શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ:

  • શ્રીમતી રંજનબેન એચ. દેસાઇ( ભૂતપૂર્વ આચાર્ય)ને ગુજરાત પ્રદેશ મધ્યસ્થ શિક્ષણ સમિતિ, મહેસાણા દ્વારા રાજ્યકક્ષાએ ૧૯૯૩ માં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર, ગુજરાત સરકારશ્રી તરફથી તથા ચંદેરિયા ફાઉન્ડેશન ઇન્ટર નેશનલ ઈન્સ્ટીટયૂટ, મુંબઈ તરફથી ૧૯૯૪ માં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને કેન્દ્ર સરકાર તરફથી ૧૯૯૫ માં શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

 

ક્રમ       શિક્ષક/વિદ્યાર્થીનું નામ     સ્પર્ધાની વિગત             મેળવેલ સિદ્ધિ               
હેતલબેન સી. દવે (મ.શિ.) ૨૫ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ૨૦૧૭-૧૮ પ્રોજેકટ સ્પર્ધા “કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન” જિલ્લામાં પ્રથમ ,રાજ્યકક્ષાએ તૃતિય રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.
રાજ્ય કક્ષાની NSS Day ની ઉજવણી નિમિતે વિવિધ સ્પર્ધા
પ્રજ્ઞાબેન એચ વૈદ્ય (પ્રોગ્રામ ઓફિસર અને શાળાની ટીમ) રાજસ્થાની નુત્ય તૃતિય વિજેતા
ચૌહાણ કૈલાશ ડી વકતૃત્વ સ્પર્ધા તૃતિય વિજેતા
સોની સલોની પી એક પાત્રીય અભિનય સ્પર્ધા પ્રથમ વિજેતા
મિતલબેન બી દેસાઇ એજયુકેશનલ ઈનોવેશન ફેર અંગ્રેજી વિષયને વધુ રસપ્રદ બનાવવા માટે પ્રોજેકટ જિલ્લામાં દ્ધિતીય રાજયકક્ષાએ પસંદગી
સોની સલોની પી કલા મહાકુંભ-૨૦૧૭ એક પાત્રીય અભિનય રાજ્ય કક્ષાએ પ્રથમ
સોધરવા ઉર્મિલા કે કલા મહાકુંભ-૨૦૧૭ લોકગીતની સ્પર્ધા જિલ્લા કક્ષાએ પ્રથમ
કનોજીયા નિશુ આર (ધો:૧૧) રાજ્યકક્ષાના ગાંધીમેળામાં ચિત્ર સ્પર્ધા પ્રથમ વિજેતા
નાયકા નિધી આર ખેલ મહાકુંભ-૨૦૧૭ એથ્લેટીકસ જિલ્લા કક્ષાએ ૮૦૦ મી દોડમાં દ્ધિતીય
આશાબેન સી ચૌધરી (મ.શિ) ખેલ મહાકુંભ-૨૦૧૭ એથ્લેટીકસ જિલ્લા કક્ષાએ ચક્રફેકમાં પ્રથમ
નિર્મળાબેન પી પટેલ (મ.શિ) ખેલ મહાકુંભ-૨૦૧૭ સ્વિમિંગ સ્પર્ધા ફ્રી સ્ટાઈલ- દ્ધિતીય     બેક સ્ટ્રોક-તૃતીય
૧૦ રાઠવા નિશા એસ રાજ્ય કક્ષાની હેન્ડબોલની સ્પર્ધા તૃતીય વિજેતા રાસ્ટ્રીય કક્ષા માટે પસંદગી
રાઠવા નિશા એસ ખેલ મહાકુંભ એથ્લેટીકસ ૨૦૦ મી દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ
રાઠવા નિશા એસ શરદ શિયાળુ રમતોત્સવ એથ્લેટીકસ ૧૫૦૦ મી દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ
નાયકા નિધિ આર શરદ શિયાળુ રમતોત્સવ એથ્લેટીકસ ૮૦૦ મી દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ
ભરવાડ ઈલા એ શરદ શિયાળુ રમતોત્સવ એથ્લેટીકસ ૪૦૦ મી દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ
ગામીત સ્વાતિ એ જિલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા ૧૦૦ મી દોડમાં પ્રથમ
નાયકા નિધી આર જિલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા ૮૦૦ મી દોડમાં પ્રથમ
રાઠવા નિશા એસ જિલ્લા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા ૧૫૦૦ મી દોડમાં પ્રથમ
૧૧ વૈશાલીબેન એસ ગરાસિયા અને શાળાની ટીમ SVS કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન આહાર સુરક્ષાનો શ્રેષ્ઠ વિકલ્પ એકવાયોનિક શ્રેષ્ઠ ક્રુતિ
૧૨ નાયકા નિધિ આર સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા-૨૦૧૭ ફલોર બોલની રમત રાજ્ય કક્ષાએ પ્રથમ રાસ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમ
૧૩ વૈશાલીબેન એસ ગરાસિયા GUJCOST આયોજીત નેશનલ ડ્રામા કોમ્પીટીશન વર્ષ-૨૦૧૪-૧૫ નાટક “નવી દિશાએ સુયોદય” રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું
૧૪ પટેલ જહાન્વી જે બોકસીગ સ્પર્ધા જીલ્લામાં પ્રથમ
૧૫ પટેલ પ્રિયંકા એચ ધો-૧૨ ૨૦૧૬-૧૭ ખેલ મહાકુંભ રાસ્ટ્રીય કક્ષાએ તુતિય વિજેતા
૧૬ રાઠવા નિશા એસ ધો-૧૧ ૨૦૧૬-૧૭ ખેલ મહાકુંભ હેન્ડબોલની સ્પર્ધા રાજ્ય કક્ષાએ તૃતિય રાસ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું
૧૭ રાઠવા પાયલ એસ ખેલ મહાકુંભ હેન્ડબોલની સ્પર્ધા ૨૦૦ મી દોડમાં પ્રથમ  ૪૦૦ મી દોડમાં પ્રથમ
૧૮ વૈશાલીબેન એસ ગરાસિયા બાળ વિજ્ઞાન કોગ્રેસ પ્રોજેકટ સ્પર્ધા જિલ્લા કક્ષાએ પ્રથમ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું
૧૯ શ્રીમતી રંજનબેન એચ. દેસાઇ

( ભૂતપૂર્વ આચાર્ય)

૧.) ગુજરાત પ્રદેશ મધ્યસ્થ શિક્ષણ સમિતિ, મહેસાણા દ્વારા રાજ્યકક્ષાએ

૨.) ગુજરાત સરકારશ્રી તરફથી તથા ચંદેરિયા ફાઉન્ડેશન ઇન્ટર નેશનલ ઇન્સ્ટીટ્યુટ,મુંબઈ તરફથી

૩.)કેન્દ્ર સરકાર તરફથી

૧૯૯૩ માં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર

૧૯૯૪ માં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ

૧૯૯૫ માં શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર

૨૦ શ્રી કિશોરચંદ્ર સી. પટેલ

( નિરીક્ષકશ્રી, ઉ.મા.વિ)

સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેઇનીંગ, ન્યુ દિલ્હીના ઉપક્રમે હેદ્રાબાદ ખાતે યોજાયેલ પ્રોજેકટ સ્પર્ધા ‘ ગુજરાતમાં જળ સમસ્યા અને તેના ઉકેલ’ સંદર્ભ પ્રોજેકટમાં વર્ષ ૨૦૦૦ માં રાજ્યકક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો.
૨૧ શ્રીમતી આશાબેન પારેખ

(મ.શિ. માધ્યમિક વિભાગ)

૧.) યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં શાસ્ત્રીય કંઠ્ય  અને લગ્નગીત સ્પર્ધા

૨.) રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા આયોજિત ‘ રાષ્ટ્રભાષા રત્ન’ ની પદવી

રાજ્યકક્ષાએ તૃતીય વિજેતા

માજી વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હસ્તે પ્રાપ્ત કરી.

૨૨ શ્રી મુકેશભાઇ એન. રાઠોડ

(મ.શિ.પ્રાથમિક વિભાગ)

પ્રદેશ કક્ષાની યુવા પ્રતિભાશોધ સ્પર્ધામાં વર્ષ ૨૦૦૮-૦૯ માં વાંસળીવાદનમાં દ્વિતીય વિજેતા
૨૩ શ્રી રણજીતભાઈ તળાવિયા

(ભૂતપૂર્વ શિક્ષક- પ્રા. વિ.)

પ્રદેશ કક્ષાની યુવા પ્રતિભાશોધ સ્પર્ધા હાર્મોનિયમ વાદનમાં તૃતીય વિજેતા
૨૪ કુ. વક્તા એમ. પટેલ

(ભૂતપૂર્વ વિદ્યાર્થિની)

વર્ષ ૨૦૦૪-૦૫ માં ‘ક્લાસરથી’ ચિલ્ડ્રન આર્ટ કોમ્પીટીશન રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો.
૨૫ કુ. મયુરી એસ. પનારા

(ભૂતપૂર્વ વિદ્યાર્થિની)

માર્ગદર્શન: વૈશાલીબેન ગરાસિયા

(મ.શિ. માધ્યમિક વિભાગ)

વર્ષ ૨૦૦૫-૦૬ માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસના ઉપક્રમે યોજાયેલ પ્રોજેકટ સ્પર્ધા “ Save Water Save World” રાજ્ય કક્ષાએ પસંદગી પામી ભુવનેશ્વર મુકામે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.

 

૨૬ કુ. પુજા એમ. જાંગીડ

(વિદ્યાર્થિની)

માર્ગદર્શન: વૈશાલીબેન ગરાસિયા

(મ.શિ. માધ્યમિક વિભાગ)

વર્ષ ૨૦૦૬-૦૭ માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસના ઉપક્રમે યોજાયેલ પ્રોજેકટ સ્પર્ધા “ઔષધીય વનસ્પતિ ઓળખો- જીવન બચાવો” સાયન્સ સીટી, ગાંધીનગર મુકામે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.
૨૭ શ્રીમતી વૈશાલીબેન ગરાસિયા તેમજ ઉર્જા રક્ષક દળની ટીમ વર્ષ ૨૦૦૮-૦૯ માં બાળ ઉર્જા રક્ષક દળ ગાંધીનગર આયોજિત ઘર તેમજ શાળા એનર્જી ઓડિટ સ્પર્ધા રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા

 

 

 

૨૮ કુ. ક્રિષ્ના જસપાલ દેસાઇ

(ભૂતપૂર્વ વિદ્યાર્થિની)

માર્ગદર્શન: ઉષાબેન સી. પટેલ

(ભૂતપૂર્વ શિક્ષકા)

વર્ષ ૧૯૯૩માં નેશનલ સાયન્સ સેમિનારમાં વક્તૃતવ સ્પર્ધા: ‘શું આપણે વિશ્વમાં એકલા છીએ?’ દ્વિતીય વિજેતા ક્રમ પ્રાપ્ત કર્યો.
૨૯. કુ. લક્ષ્મી બી. સુથાર

માર્ગદર્શક: વૈશાલીબેન ગરાસિયા

વર્ષ ૨૦૦૯-૧૦ માં બાળ ઉર્જા રક્ષક દળ ગાંધીનગર આયોજિત ‘વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા’ રાજ્ય કક્ષાએ દ્વિતીય વિજેતા

 

 

૩૦ કુ. સીતાપરા સાધના આર. વર્ષ ૨૦૦૯-૧૦ માં ૪૨મી યુવા પ્રતિભા શોધ સ્પર્ધા રાજ્ય કક્ષાએ તૃતીય વિજેતા

 

૩૧ શ્રીમતી કંચનબેન યુ. પટેલ

(મ.શિ.)

ખેલ મહાકુંભ-૨૦૧૨ રસ્સાખેંચની સ્પર્ધા રાજ્ય કક્ષાએ દ્વિતીય વિજેતા

 

૩૨ રાણીપા નિરાલી એલ.

ધો-૯

માર્ગદર્શક: શ્રીમતી હેતલબેન દવે

૨૦ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-૨૦૧૩

વિષય-‘પાણીની બચત થી વીજઉર્જા બચત’

રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેકટ રજૂ કરવા પસંદ થયો.
૩૩ શાહ મુક્તિ બી. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષામાં કેન્દ્રમાં પ્રથમ વર્ષ ૧૯૯૫
૩૪ સુખડીયા નિયંતા એચ. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષામાં કેન્દ્રમાં દ્વિતીય વર્ષ ૧૯૯૫