આચાર્યાશ્રીનો સંદેશ

શાળા એ સમાજનું અવિભાજ્ય અંગ છે. શિક્ષણ દ્વારા સ્વસ્થ અને સંસ્કારી સમાજનું નિર્માણ એ શાળાનું ધ્યેય હોય છે. વિદ્યાર્થીનીઓમાં રહેલ સુષુપ્ત શકિતઓને ખીલવતી તેમજ સર્વાંગીણ વિકાસની ભાવના સાથે શિક્ષકો વર્ગખંડમાં તેમજ ઈતર પ્રવૃતિઓમાં રસ દાખવી જો કાર્યરત થાય તો તેનાં પરિણામો ફળદાયી જ હોય છે અને એ ફળદાયી પરિણામ આ શાળાના શિક્ષકમિત્રો દ્વારા વિદ્યાર્થીનીઓને મળી રહયું છે.

શાળા સંચાલક મંડળના આદરણીય પ્રમુખશ્રી ગિરિશભાઈ એચ દેસાઈ, આદરણીય ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ જી નાયક,આદરણીય મંત્રી શ્રી તુષારકાંત જે દેસાઈ તથા ટ્રસ્ટ્રીશ્રીઓ, કમીટીના સભ્યશ્રીઓ પણ શાળાની ઉતરોત્તર પ્રગતિ માટે અને વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનીને હંમેશાં માર્ગદર્શક બની રહ્યા છે.

સમાજ એ સમજના પાયા પર રચાયેલ વટવૃક્ષ છે. સમજ જેટલી વિશાળ તેટલો સમાજ સમૃધ્ધ, દરેક વ્યકિત સમાજના ઢાંચામાં રહી સમાજ થકી જ પ્રગતિના શિખર આંબવા સતત પ્રયત્નશીલ રહે છે. આ શાળામાં અભ્યાસ કરતી દરેક વિદ્યાર્થીની  બહેનો વર્તન અને વિવેક દ્વારા સંસ્કાર પામીને સંનિષ્ઠ નાગરિક બને એ માટેની જવાબદારી શાળા પરિવારના તમામ સભ્યોની છે. અને તેથી જ સમગ્ર પરિવાર સાથે મળીને શિક્ષણયજ્ઞમાં યતકિંચિત સામગ્રી દ્વારા આહુતિ આપીને જીવનને સાર્થક બનાવવા માટે હંમેશાં પ્રયત્નશીલ છે.

“જાશું, જઈને કાળની ગરદન ઝુકાવશું,

જવાળાઓ ઠારશું અને ફૂલો ખીલવશું.

મૃગજળને પી જશું અને ધોળીને એક,

સાગર ઉલેચશું અને મોતી લુટાવશું.”

શ્રીમતી અનિતાબેન એમ.વશી

ડી.ડી. હાઇસ્કૂલ ફોર ગર્લ્સ
સેકન્ડરી વિભાગ,
નવસારી.