દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલય  (ડી.ડી.હાઇસ્કૂલ ફોર ગર્લ્સ)

નવસારી શહેરની મધ્યમાં માત્ર કન્યાઓને શિક્ષણ આપનારી શાળા ડી ડી હાઇ સ્કૂલ ફોર ગર્લ્સ જૂન ૧૯૫૧ થી નવસારી કેળવણી મંડળ હસ્તક કાર્યરત થઈ. આ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી દીનશાહ રતનજી દાબુના એક લાખ રૂપિયાના દાનથી થયેલી. વડોદરા રાજ્યનું વિલીનીકરણ મુંબઈ રાજ્યમાં થતાં જે શાળાઓનું સંચાલન સરકાર કરતી હતી તે જાહેર ટ્રસ્ટ ને સોંપી દેવાની જાહેરાત થઈ. નવસારી કેળવણી મંડળે નવસારીની શિક્ષણપ્રેમી જનતાના સહયોગથી દાન સ્વરૂપે રૂપિયા બાવન હજાર જેટલી રકમ મેળવી અનામત ફંડ રૂપે સરકારમાં જમા કરાવી અને દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલયનું સંચાલન કરવાનું કામ મુંબઈ સરકારે નવસારી કેળવણી મંડળને સોપ્યું.

વધુ માહિતી »